મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ટીએમસીના ભાજપ પર પ્રહાર: ૫ મહિનામાં બળાત્કારના ૨,૪૦૦થી વધુ કેસ

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તૃણમૂલ કોંગ્રેસ

તસવીર: gstv

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ટીએમસીએ સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા ટાંકીને દાવો કર્યો છે કે રાજ્યમાં માત્ર પાંચ મહિનાના સમયગાળામાં બળાત્કારના ૨ હજાર ૪૫૪ અને હત્યાના ૬૦૦ કેસ નોંધાયા છે...પક્ષે અન્ય ગુનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ જ સમયગાળામાં હત્યાના પ્રયાસના ૧૩ હજાર ૧૧૪ અને ગંભીર ઈજા પહોંચાડવાના ૩૨,૩૪૧ કેસ નોંધાયા છે. ટીએમસીએ સવાલ ઉઠાવ્યો કે શું ભાજપનું સુરક્ષિત બંગાળનું વચન માત્ર દેખાડો છે અને શું આ ગુનાખોરીના આંકડા વાસ્તવિકતા દર્શાવે છે?

આ સમાચાર શેર કરો