VIDEO: રથયાત્રા માટે કડક સુરક્ષા, જાહેરમાં હથિયાર પ્રદર્શન પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારી રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડાએ આયોજકો સાથે વિશેષ બેઠક યો

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારી રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડાએ આયોજકો સાથે વિશેષ બેઠક યોજી જરૂરી માર્ગદર્શિકા આપી છે. જિલ્લામાં 8 સ્થળોએ રથયાત્રા યોજાશે, જેને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા જાહેરમાં હથિયાર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડીજે અને લાઉડસ્પીકરમાં કોઈપણ સમાજની લાગણીઓ દુભાય તેવા ગીતો કે પ્રવચનો ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ અજાણ્યા વ્યક્તિ પાસેથી મળતી ખાણીપીણી અથવા પ્રસાદની વસ્તુ આયોજકોની સલાહ બાદ જ સ્વીકારવા અપીલ કરાઈ છે. સમગ્ર યાત્રા દરમિયાન સુરક્ષા માટે 4 DYSP સહિત 1,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.




