મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટ મનપામાં ત્રિપાંખિયો જંગ, આવતીકાલે 72 બેઠકોનું પરિણામ; 6 સેન્ટરો પર લોખંડી બંદોબસ્ત

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટેના ત્રિપાંખિયા જંગનું ભાવિ

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટેના ત્રિપાંખિયા જંગનું ભાવિ આવતીકાલે સ્પષ્ટ થશે. 236 ઉમેદવારોના નસીબ હાલ 6 અલગ-અલગ સ્ટ્રોંગ રૂમમાં EVMમાં કેદ છે.ચૌધરી હાઈસ્કૂલ અને વિરાણી હાઈસ્કૂલ સહિતના 6 સેન્ટરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. EVMના 50 મીટરના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. દરેક સેન્ટર પર ત્રણ વોર્ડની મતગણતરી હાથ ધરાશે, જ્યાં સુરક્ષા માટે પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો