મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, ડોક્ટર સહિત ત્રણ શખ્સોએ યુવક પર કર્યો જીવલેણ હુમલો

સુરતના જહાંગીરપુરા વિસ્તારની જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સ બાબતે થયેલી બોલાચાલીએ હિંસ

સુરતના જહાંગીરપુરા વિસ્તારની જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સ બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. એક ડોક્ટર સહિત ત્રણ શખ્સોએ 'તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાંખું’ તેમ કહી એક યુવક પર હથોડાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં બાળકો અને મહિલાઓની ચીસો સંભળાઈ રહી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો