મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surat / ઇંધણની અછતને કારણે પાંડેસરામાં પેટ્રોલ પંપ બંધ, વાહનચાલકો પરેશાન

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા જાણીતા નાયર પેટ્રોલ પંપ પર ઇંધણનો પુરવઠો ખોરવાતા વાહનચાલકોમાં ચિં

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા જાણીતા નાયર પેટ્રોલ પંપ પર ઇંધણનો પુરવઠો ખોરવાતા વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલ બપોરથી પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગઈકાલ બપોરથી જ નાયર પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પંપ પર 'પેટ્રોલની અછત' અંગેના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. અચાનક પંપ બંધ થઈ જતા સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિવિધ અટકળો શરૂ થઈ હતી, જેને કારણે વાહનચાલકોમાં લાંબી કતારો લાગશે તેવો ડર વ્યાપ્યો હતો.

આ મામલે પેટ્રોલ પંપના સંચાલકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "પેટ્રોલના જથ્થાની અછતને કારણે પંપ બંધ રાખવાની ફરજ પડી છે. ટેકનિકલ અથવા સપ્લાય ચેઈનમાં અવરોધને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વધુમાં તેમણે લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, "શહેરમાં પેટ્રોલની કોઈ કાયમી અછત નથી. આ માત્ર એક સ્થાનિક સપ્લાયનો પ્રશ્ન છે. લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ડરવાની જરૂર નથી. 

આ સમાચાર શેર કરો