મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન, દાંતામાં 2 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મંગળવાર અને બુધવાર એ

ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે લાખણી ખાતે મંગળવારથી બુધવારના સવારના 6 વાગ્યા સુધી ચોવીસ કલાકમાં 299 મિ.મી. એટલે કે 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

બનાસકાંઠાના દાંતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી 

બનાસકાંઠાના દાંતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના અંદર પાણી આવતા સ્ટાફને તકલીફો વેઠવી પડી હતી. હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવી ગયુ હતું.  દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી આવ્યું હતું.

ઈડરમાં 4 ઈંચ વરસાદ

સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ઈડરમાં વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીના સમયગાળામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.ઈડરના પર્વતો પરથી ઝરણાં વહેતાં થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં.આ સાથે જ નદી નાળા ઉભરાયા હતા અને પહેલીવાર નદી, નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી.

અરવલ્લીના ભિલોડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ 

 અરવલ્લીના ભિલોડા તાલુકામાં રાત્રે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના ભિલોડા, સુનોખ, વાશેરા કંપા અને રામપુમાં વરસાદ પડ્યો હતો. ભિલોડાની નાદરી નદીમાં નવા નીર આવ્યા હોવાથી ચેકડેમ પણ છલકાયા હતા.

સાબરકાંઠા જીલ્લામાં રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતાં.હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયું હતું.સહકારીજીન ચાર રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો