Video: પાલનપુર કલેકટર કચેરીને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રની ટીમ દ્વારા કરાઈ સઘન તપાસ
બનાસકાંઠાની પાલનપુર કલેકટર કચેરીને ફરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે. ધમકી મળતા જ કલેકટર
બનાસકાંઠાની પાલનપુર કલેકટર કચેરીને ફરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે. ધમકી મળતા જ કલેકટર કચેરીમાં દોડધામ મચી હતી અને સ્ટાફ કચેરી છોડી બહાર નીકળી ગયો હતો. તાત્કાલિક પોલીસ સહિત બૉમ્બ સ્ક્વોડનો કાફલો કચેરીએ પહોંચી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ પણ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે પણ કશું વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.




