Video: વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોને લૂંટનાર ઝડપાયા, આ હતી મોડસ ઓપરેન્ડી
વડોદરાના રેલવે સ્ટેશનો પર રેલવેનું સ્માર્ટ કાર્ડ કાઢી આપવાના બહાને મુસાફરને લૂંટી લેનાર
વડોદરાના રેલવે સ્ટેશનો પર રેલવેનું સ્માર્ટ કાર્ડ કાઢી આપવાના બહાને મુસાફરને લૂંટી લેનાર બે ઝડપાયા છે. બંને આરોપીઓ વધુ એક ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, ત્યારે જ પોલીસે બન્નેને બાતમીના આધારે ઝડપી લીધા છે.
મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરાના રેલવે સ્ટેશનો પર રેલવેનું સ્માર્ટ કાર્ડ કાઢી આપવાના બહાને મુસાફરને લૂંટી લેનાર બે ઝડપાયા છે. ગત મહિને છાયાપુરી રેલવે સ્ટેશન પર બન્નેએ મુસાફરને ચપ્પુ બતાવી મોબાઈલ સહીતના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. બંને આરોપીઓ એક મહિનાથી પોલીસ પકડથી દૂર હતા. બંને આરોપીઓ વધુ એક ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા,ત્યારે જ પોલીસે બન્નેને બાતમીના આધારે ઝડપી લીધા છે.આરોપીઓ સોનુ શર્મા અને નિર્મલ કાઠિયાવાડી અગાઉ પણ છેતરપિંડીના ગુના આચરી ચુક્યા છે.








