મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુર્ઘટના સર્જાશે તો?: તિથલમાં દરિયાની નજીક જવા પર પ્રતિબંધ છતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા

વલસાડના તિથલ દરીયા કિનારે ગંભીર બેદરકારી સામે આવી છે. તિથલ દરીયા કિનારે વેકેશનના કાર

વલસાડના તિથલ દરીયા કિનારે ગંભીર બેદરકારી સામે આવી છે. તિથલ દરીયા કિનારે વેકેશનના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં 40 કી.મીથી વધુ ઝડપી પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે.

 દરિયાકાંઠા વિસ્તારમાં 40 કી.મીથી વધુ ઝડપી પવન ફુંકાવવાની આગાહી

ત્યારે તંત્ર દ્વારા દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેની વચ્ચે વલસાડનું તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે.

મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા નજીક મળ્યા જોવા

GSTVના રિયાલીટી ચેકમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં તિથલ દરિયા નજીક જોવા મળ્યા હતા.દરીયા કિનારે પોલીસ કે ફાયર વિભાગના કર્મચારીઓ જોવા પણ નથી મળી રહ્યા.જાણે વલસાડ વહીવટી તંત્ર કાર્યવાહી કરવા માટે મોટી દુર્ઘટનાની રાહ જોતુ હોય તેવું લાગી રહ્યુ છે.

આ સમાચાર શેર કરો