Sabarkatha news: બેન્કમાં છે 12 રૂપિયા અને IT વિભાગે ફટકારી 36 કરોડની નોટિસ, યુવાને રડતા રડતા સાંભળાવી વ્યથા
સાબરકાંઠામા ઈન્કમટેકસ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને 36 કરોડ
સાબરકાંઠામા ઈન્કમટેકસ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને 36 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. ઈડરના રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવારને 36 કરોડની નોટીસ મળતતા સમગ્ર પરિવાર અચંબિત થયો છે. ઈન્કમટેક્સ વિભાગે રૂબરૂ મુલાકાતમાં 36 કરોડ રૂપિયા ભરવા પણ જણાવાયુ છે. તો બીજી તરફ સમગ્ર પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનો પગાર 12 હજાર
અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનો પગાર 12 હજાર છે. બેન્ક બેલેન્સ માત્ર 12 રૂપિયા છે.ઈન્દિરા આવાસમાં મળેલા ઘરમાં રહે છે. ત્યારે ઈન્કમટેકસ વિભાગે 36 કરોડની નોટીસ મળતા વિધવા માતા અને પુત્રની આંખમાં આસું આવી ગયા છે. યુવાને રડતા રડતા સમગ્ર વ્યથા જણાવી છે.




