Video: ભગવાનના મંદિરોને નિશાને લેતા તસ્કરો, ઓલપાડમાં દાન પેટી તોડી
સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ભગવાનના મંદિરને પણ નિશાને લેતા હોય તે રીતે ઓલપાડન
સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ભગવાનના મંદિરને પણ નિશાને લેતા હોય તે રીતે ઓલપાડના કુડસડ ગામે મંદિરમાં ચોરી થઈ હતી. તસ્કરો સમૂહ વસાહત ખાતે આવેલા શિવ મંદિરમાં ત્રાટક્યા હતાં. મંદિરમાં પ્રવેશી દાન પેટી તોડી રોકડની ચોરી કરી હતી. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, ત્રણ મહિના અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી. ત્યારે તસ્કરોના વધી ગયેલા તરખાટને લઇને લોકો પોલીસ પેટ્રોલિંગ સહિત કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરી રહ્યાં છે.




