મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બીલીમોરામાં ભગવાન પણ સલામત નથી! દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી અને રોકડની ચોરી

શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉ

શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠ્યાં છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ચોરીની ઘટના બની છે. બીલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ હતી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી થઈ હતી. સવારે પૂજારી દેરાસર આવતાં સામાન વેરવિખેર જોઈ હતી. બાદમાં આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધવાની શરૂ કરી હતી. પોલીસે ડોગ સ્કવર્ડ, સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ નવસારી : PIએ લાંચમાં માંગ્યો દોઢ લાખનો આઈફોન, ACBએ કરી ધરપકડ

આ સમાચાર શેર કરો