VIDEO: નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટી ૧૩૦.૪૭ મીટરે પહોંચી, ડેમ ૭૩ ટકા ભરાયો
નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધા

નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલમાં 1 લાખ 12 હજાર 722 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટી વધીને 130.47 મીટર પર પહોંચી છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી 130 મીટર પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં અંદાજે 1.5 મીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમ 73 ટકા જેટલો ભરાઈ ગયો છે, જોકે હજુ પણ ડેમમાં લગભગ 8 મીટર જેટલી જગ્યા ખાલી છે. વરસાદના કારણે ડેમમાં નવા નીરની સતત આવક થતાં નર્મદા કાંઠાના લોકો અને ખેડૂતોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.




