મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઇના ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીની આવક વધતા બે કાંઠે થવાની સંભાવના

ઉપરવાસમાં વરસી રહેલા વ્યાપક વરસાદના કારણે વડોદરા જિલ્લ

તસવીર: gstv

ઉપરવાસમાં વરસી રહેલા વ્યાપક વરસાદના કારણે વડોદરા જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં ભારે વધારો જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી ધસમસતા પ્રવાહ સાથે નર્મદા નદીમાં ભળી છે. આ ઉપરાંત તિલકવાડા અને ઉપરવાસના વરસાદથી મેણ નદીનો પ્રવાહ પણ નર્મદામાં ભળતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર વ્યાપક પાણીના પ્રવાહ સાથે નર્મદા નદી ચાંદોદમાં વહેતી થઈ છે. જો પાણીની આવક આ જ પ્રમાણે સતત ચાલુ રહેશે તો ચાંદોદ ખાતે નર્મદા નદી ચાલુ સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થવાની પૂરી સંભાવના છે. નદીમાં પાણી વધતા નાવિકોએ પોતાની હોડીઓ સુરક્ષિત કાંઠાઓ પર લાંગરી દીધી છે, જ્યારે નર્મદા કિનારે કુદરતી અને રમણીય દ્રશ્યો સર્જાયા છે.

આ સમાચાર શેર કરો