મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદાના સેલંબા નજીક પૂરથી દુકાનો અને રહેણાંક મકાનોને નુકસાન

નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વિકટ છે. સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં લારી-ગલ્લા

તસવીર: gstv

નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વિકટ છે. સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં લારી-ગલ્લા તણાયા હતા અને જનજીવન સંપૂર્ણ પ્રભાવિત થયું હતુ. ગોટાપાડા વિસ્તારમાં નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહના કારણે  ગોડાઉન અને દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતુ. આ સિવાય આ વિસ્તારના કેટલાક મકાનોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતુ. ગોડાઉનમાં રાખેલો મગફળીનો  જથ્થો પલળ્યો હતો. સ્થાનિકોના કહેવા અનુસાર અંદાજે 14 લાખથી વધુનુ નુકસાન થયું છે.

આ સમાચાર શેર કરો