VIDEO: નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે સરકારની હકારાત્મક ખાતરી
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીન ખેડતા સ

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીન ખેડતા સ્થાનિક ખેડૂતોનો વર્ષો જૂનો મામલો હવે ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. અહીં છેલ્લા કેટલાય દિવસોથી જમીન મુદ્દે વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું હતું, જેને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. બીજી તરફ, ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ગાંધીનગર દોડી ગયા હતા. તેમણે આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ગાંધીનગરમાં વન મંત્રી અને આદિજાતિ મંત્રી સાથે ખાસ મુલાકાત કરાવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સરકાર તરફથી ખેડૂતોની તમામ વ્યાજબી માંગણીઓનો યોગ્ય અને વહેલો નિકાલ કરવાની સત્તાવાર ખાતરી આપવામાં આવી છે, જેથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.




