VIDEO: અમદાવાદમાં પોલીસ કારમાં આરોપીનો દારુ પીતો વીડિયો મામલે ખુલાસો, જાણો પોલીસે શું કહ્યું?
અમદાવાદ શહેરમાં પોલીસની ગાડીમાં બિયર પીતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જે

અમદાવાદ શહેરમાં પોલીસની ગાડીમાં બિયર પીતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જે શખ્સ બીયર પીતો નજરે આવી રહ્યો છે, તે હત્યાના ગુનાનો આરોપી છે. આ વિડિયો સાબરમતી રિવરફ્રન્ટનો વીડિયો હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થયું છે. આ પોલીસ વાન અને આરોપી કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં બંધ
ત્યારે આ વીડિયો સાંથલ વિસ્તારનો તથા એક વર્ષ જૂનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આરોપી હાલ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. આરોપી મૂળ કટોસણ ગામ મહેસાણા જિલ્લાનો છે.
હત્યાના ગુનામાં જેલમાં બંધ છે આરોપી
જોરાવરસિંહ ઝાલા જ્યારે દારૂના જથ્થા સાથે પકડાયો હતો ત્યારે આ વીડિયો બનાવાયો હતો.તેમજ સામે હત્યા લુંટ મારામારી દારૂની હેરાફેરી સહિત 9 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે.વીડિયોની ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.






