મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં 'એક કા ડબલ'ના નામે લાખો પડાવ્યા, ઠગબાજોએ ચિલ્ડ્રન બેંકની નોટો પરત કરી

સુરેન્દ્રનગરમાંથી વધુ એક પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ઇવેન્ટ મે

સુરેન્દ્રનગરમાંથી વધુ એક પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ઇવેન્ટ મેનેઝમેન્ટનો બિઝનેસ કરનાર ઉધોગકાર સાથે એક કા ડબલના નામે છેતરપીંડીની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.

અનિરુદ્ધસિંહ ઝાલા સહિત 3 લોકોએ પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડી 

મુળી તાલુકાના સિદ્ધસર ગામે રહેતા અનિરુદ્ધસિંહ ઝાલા સહિત 3 લોકોએ પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડી કરી છે. ડબલ રકમ કરવાના નામે રૂપિયા લઈ લેવામાં આવ્યા અને ત્યાર બાદ બાળકોને રમત રમવાની નોટો આપવામાં આવી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ભાજપ v/s ભાજપ: પક્ષના હોદ્દેદારોની પસંદગી સમયે જૂથવાદ, ડેમેજ કંટ્રોલ કરનાર કોઈ નથી

સુરેન્દ્રનગરમાં પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડીના મામલે સ્પેશિયલ તપાસ સોંપવામાં આવી આવી છે.  છેતરપિંડી કરનાર ગેંગ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. ભોગ બનનાર વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અવારનવાર આવી પોન્ઝી સ્કીમના નામે લાખોની છેતરપીંડીની ઘટનાથી લોકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો