VIDEO: રાજ્યમાં હજુ 2 થી 3 ડિગ્રી વધી શકે છે પારો, જાણો ચૂંટણીના દિવસે કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક બાદ ત

સોર્સ: GSTV

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ અમદાવાદ 40.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જે આજે 41 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ શુષ્ક રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે અસહ્ય બફારો અનુભવાશે. 26 એપ્રિલે ચૂંટણીના દિવસે ગરમીનો પારો 40 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે સાત દિવસ માટે ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે.   

આ સમાચાર શેર કરો

જાહેરાત