Video-સ્ટેટ વિજિલન્સનો સપાટો, આંકડાના જુગારીઓએ ઓળખ છુપાવવા મોં સંતાડ્યા, ડિંડોલીમાંથી દારૂ ઝડપાયો
સુરતમાં સ્ટેટ વિજિલન્સનો સપાટો થયો હતો. પુણામાં આંકડાનો જુગાર અને ડિંડોલીમાંથી દારૂ ઝડપી પાડવામાં

સુરતમાં સ્ટેટ વિજિલન્સનો સપાટો થયો હતો. પુણામાં આંકડાનો જુગાર અને ડિંડોલીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને વિજિલન્સે રેડ કરી હતી. પુણા અને ડિંડોલીમાં રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ છત્તી થઈ છે. પુણાના અમેઝિયા વોટરપાર્કની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો.
1.52 લાખનો મુદ્દામાલ ઝડપાયો
બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76 હજાર કેશ અને 17 જુગારી ઝડપી પાડયા હતાં. 4ને વોન્ટેડ જાહેર કરી પુણામાંથી 2 લાખથી વધુની મત્તા કબ્જે કરી છે. ડિંડોલી પોલીસ મથક હદના લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપાયો છે. વિજિલન્સે 56 હજારનો દારૂ સહિત 1.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ચારની ધરપકડ કરી ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.
સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ
સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હોય તે રીતે વારંવાર દારૂ-જુગાર સહિતની બદ્દીઓ ઝડપાઈ રહી છે. તેમ છતાં આ પ્રકારની બદ્દીઓ સતત ચાલતી હોવાનું સામે આવી રહી છે. સ્થાનિક પોલીસ પર અગાઉ જે પ્રકારે કાર્યવાહી થતી હતી તે હવે ન થતી હોવાથી પણ સ્ટેટ વિજિલન્સને વધારે મહેનત કરવી પડતી હોય છે.








