VIDEO: ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની વાસ્તવિક સ્થિતિની પોલ ખૂલી, કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરી
રાજ્યમાં ઉચ્ચશિક્ષણની વરવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. ગુજર
રાજ્યમાં ઉચ્ચશિક્ષણની વરવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની શાલાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો સતત વધતો જઈ રહ્યો છે. આ ઉચ્ચ શિક્ષણની વાસ્તવિક સ્થિતિની કેન્દ્ર સરકારના અહેવાલમાં પોલ ખૂલી છે. સમગ્ર દેશમાં ઉચ્ચશિક્ષણમાં ગુજરાત 18માં નંબરે છે. ગુજરાતમાં ઉચ્ચશિક્ષણ બાદ 75%થી વધુ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડી દે છે.
આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. કહ્યું "ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારના શિક્ષણ વિભાગની ભ્રષ્ટ નિતિ જવાબદાર છે. રાજ્યમાં ઉચ્ચશિક્ષણ હાલ ચિંતાજનક સ્થિતિમાં છે. ગુજરાતમાં સરકારી શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓની સ્થિતિ નાજુક છે."




