VIDEO: વઘઈ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ભાજપના ફાળે ગયું, કોઈ પણ પક્ષને બહુમતી ન મળતા ચિઠ્ઠી ઉછાળીને કરાઈ વરણી
ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ભાજપને અને ઉપપ્રમુખ પદ કોંગ્રેસને મળ્યું છે. વઘઇ ત

ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ભાજપને અને ઉપપ્રમુખ પદ કોંગ્રેસને મળ્યું છે. વઘઇ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો 8-8 બેઠકો જીતતા પરિણામ ટાઈ થયું હતું. આ ટાઈ બાદ નિયમ અનુસાર એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પદ ભાજપના ફાળે ગયું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી, ભાજપના શકુંતલાબેન પાડવીને પ્રમુખ અને કોંગ્રેસના ઇસદરબેન માહલાને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે.



