મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હવામાન વિભાગની આગાહી સાચી પડી: પાટણ શહેર અને ગ્રામ્ય પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ

પાટણ જિલ્લામા પણ બપોર બાદ વરસાદી માહોલ છવાયો

તસવીર: gstv

પાટણ જિલ્લામા પણ બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે... પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું, જેનાથી ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં આંશિક રાહત અનુભવાઈ હતી. વરસેલા પાણીના કારણે બજારો અને મુખ્ય માર્ગો પર જનજીવન આંશિક રીતે પ્રભાવિત થયું હતું. સમયસર આવેલા આ વરસાદથી ખેતી પાકોને નવું જીવનદાન મળવાની પૂરી આશા બંધાતા ખેડૂત વર્ગમાં રાહત અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો