VIDEO: દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં એલર્ટ જારી
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી વાહન

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં પાણી જમા થઈ ગયા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો માટે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં ૬ સપ્ટેમ્બરે હળવા વરસાદની સંભાવના છે, જ્યારે ૭ અને ૮ સપ્ટેમ્બરે આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.




