મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, મુખ્ય રસ્તાઓ અને બજારો સૂમસામ

ઝાલાવાડ પંથકમાં સૂર્યદેવતા જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામા

ઝાલાવાડ પંથકમાં સૂર્યદેવતા જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા આ શહેર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. સવારના 11 વાગ્યાથી જ આકરો તાપ શરૂ થઈ જાય છે, જેના કારણે બપોર બાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારો સંપૂર્ણપણે સુમસામ જોવા મળે છે.

લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, લીંબુ શરબત અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. વધતી જતી ગરમીને જોતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે, વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

આ સમાચાર શેર કરો