VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક સાંગાણી ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક સાંગાણી ગામ પાસે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક સાંગાણી ગામ પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે, જ્યારે દસથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે. ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલા અકસ્માત બાદ ટ્રાવેલ્સ બસ ભડકે બળી ઊઠી હતી. બસના અંદરના ભાગમાં બેઠેલા કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ ચાર મુસાફરો જીવતા બળી ગયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ હાથ ધરાયા છે. કલેક્ટર અને સુરેન્દ્રનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે હાઈવે પર લાંબી વાહન કતારો લાગી હતી.



