મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : સોશિયલ મીડિયા પર છવાયો ‘ઓપરેશન સિંદૂર’નો લોગો, ભારતીય સેનાના જડબાતોડ જવાબની પ્રથમ વર્ષગાંઠે વિશિષ્ટ અંજલિ

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ને આજે

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ને આજે એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ પિક્ચર બદલીને સેનાના શૌર્યને સન્માન આપ્યું છે. વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે, ભારત આતંકવાદને જડમૂળથી ખતમ કરવાના પોતાના સંકલ્પ પર આજે પણ અડગ છે. એક વર્ષ પૂર્વે ભારતીય સેનાએ અદમ્ય સાહસ અને સચોટતા સાથે પાકિસ્તાન અને PoKમાં આતંકી માળખાને તોડી પાડી જડબાતોડ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે આ ઓપરેશને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને સૈન્યની વ્યવસાયિક ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાએ દેશની સુરક્ષાને નવી તાકાત આપી છે અને સમગ્ર રાષ્ટ્ર સેનાની બહાદુરીને સલામ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો