મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠાના વિભાજનનો મુદ્દો ઉગ્ર બન્યો, શિહોરી બાદ આજે આ શહેર બંધ; ધાનેરામાં પણ વિરોધ

બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મુદ્દો ઉગ્ર બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદને અલગ જિલ્લો બનાવવાની જા

બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મુદ્દો ઉગ્ર બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદને અલગ જિલ્લો બનાવવાની જાહેરાત થઇ છે જેને કારણે કેટલીક જગ્યાએ બનાસવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શિહોરી બાદ આજે થરામાં વેપારીઓે બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ ધાનેરામાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.

થરા બંધ

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બનાસકાંઠામાં વિભાજનનો વિરોધ સૌ પ્રથમ કાંકરેજથી શરૂ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આજે કાંકરેજના થરાના વેપારીઓ દ્વારા ફરી દુકાનો બંધ નાખીને વિરોધ કરવામાં આવ્યો છે.

ધાનેરામાં કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

ધાનેરાના નાગરિકો કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ થઇ રહી છે.ધાનેરાના બુદ્ધિજીવી આગેવાનોએ સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને વિરોધની ચીમકી આપી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠામાં હવે ઓગડને જિલ્લો બનાવવાની માગ, દિયોદરમાં લોકો રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠામાંથી વાવ-થરાદ અલગ જિલ્લો બનશે

રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરી નવીન જિલ્લો વાવ-થરાદની ભેટ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કૂલ 14 તાલુકા છે જેમાંથી હવે વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે.

વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઇગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે જેમાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા.

આ સમાચાર શેર કરો