મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘરજના ઈસરીમાં વરરાજાનો અનોખો વરઘોડો, સમગ્ર ગામ જોવા એકઠું થયું

ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે.લગ્ન પ્રસંગમાં હાથી,ઘોડા,ગાડી અને બ

ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે.લગ્ન પ્રસંગમાં હાથી,ઘોડા,ગાડી અને બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું ચલણ વધતુ જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના મેઘરજના એક ગામમાં અનોખો વરઘોડો નીકળ્યો હતો.  મેઘરજ તાલુકાના ઇસરી ગામના ભાટીયા પરિવારના પુત્રના લગ્નઇસરીમાં થયા હતા.અહીં વરરાજાનો વરઘોડો ઘોડા કે બગી પર નહિ પણ, ઢોલ શરણાઈના તાલે શણગારેલા બળદ ગાડામાં યોજવામાં આવ્યો હતો.

આ વરઘોડો ગામમાં આકર્ષણનું કેદ્ર બન્યો

આ વરઘોડો સમગ્ર ગામમાં આકર્ષણનું કેદ્ર બન્યો હતો.આજના યુગમાં સાદું બળદ ગાડું લુપ્ત થઈ રહ્યું છે ત્યારે, ઇસરી ગામના ભાટિયા પરિવારના દિકરાના લગ્ન અનોખી રીતે યોજ્યા હતા. વરરાજાનો વરઘોડો બળદ ગાડામાં નીકળી હતી. તો બીજી તરફ  દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી,નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા હતા.

આ સમાચાર શેર કરો