VIDEO: હાઈકોર્ટમાં સરકારનો જવાબ, આગામી સમયમાં કોન્સ્ટેબલની 2,109 જગ્યા ભરશે
અમદાવાદમાં ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ

અમદાવાદમાં ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ અને પોલીસ કર્મચારીઓના કામના કલાકોને લઈને દાખલ થયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રાજ્ય સરકાર તરફથી ભવિષ્યના આયોજન અંગે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું. સરકારે કોર્ટને જણાવ્યું કે, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ વિભાગને વધુ મજબૂત બનાવવા કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને ડેટા એનાલિસિસ અને ટેકનિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોને તક આપવામાં આવશે. ઉપરાંત આગામી સમયમાં 2 હજાર 109 કોન્સ્ટેબલની ભરતી કરવાની પણ સરકારની યોજના છે. પ્રોસીક્યુશન અને ક્રાઈમ વિભાગમાં કામગીરી વધુ અસરકારક બને તે માટે નવી 32 જગ્યાઓ પણ ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ આયોજનથી આધુનિક પ્રકારના ગુનાઓ સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હવે આ મામલે હાઈકોર્ટ આગામી સુનાવણી દરમિયાન સરકારના આયોજન અને અમલીકરણ અંગે વધુ વિચારણા કરશે.




