મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ફ્લિપકાર્ટ સાથે 42 લાખની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ

સુરતમાં ફ્લિપકાર્ટ કંપની સાથે 42 લાખની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસ

તસવીર: gstv

સુરતમાં ફ્લિપકાર્ટ કંપની સાથે 42 લાખની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો દુરુપયોગ કરી માત્ર 9 દિવસમાં એક જ ડિવાઈસ અને IP પરથી 5,121 બોગસ ઓર્ડર પ્લેસ કર્યા હતા. કેશ ઓન ડિલિવરીના ઓર્ડર બાદ ત્રણ દિવસમાં સેલર પેમેન્ટ મેળવી ચોથા દિવસે ઓર્ડર કેન્સલ કરતા હતા. મુખ્ય આરોપી આશરફ અને રક્ષિત સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન 25 ફેક જીમેલ આઈડી પણ મળી આવ્યા છે.

આ સમાચાર શેર કરો