VIDEO: અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં ભારતીય કલા અને પરંપરાગત શિલ્પકળાનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું.
મુંબઈના એન્ટિલિયા ખાતે અંબાણી પરિવાર દ્વારા આયો

મુંબઈના એન્ટિલિયા ખાતે અંબાણી પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ભારતની સમૃદ્ધ કલા અને હસ્તકળા પરંપરાઓનું અદ્ભુત દર્શન જોવા મળ્યું હતું. આ ભવ્ય મહોત્સવમાં દેશભરની અનોખી સાંસ્કૃતિક ઝાંખી અને પરંપરાગત શિલ્પકળાને જીવંત કરવામાં આવી હતી. અંબાણી કુટુંબે હંમેશા ભારતીય કલાકારો અને પરંપરાગત કારીગરોની પ્રતિભાને વૈશ્વિક મંચ પૂરો પાડ્યો છે, જે આ તહેવાર દરમિયાન સ્પષ્ટ નજરે પડ્યું. આ સુંદર આયોજને દેશ-વિદેશના મહેમાનોનું મન મોહી લીધું હતું અને આપણી પરંપરાગત વિરાસતને ગૌરવ અપાવ્યું હતું.




