Video: ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહિ થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે, કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' નો પ્રારંભ
ગીરસોમનાથના તાલાલાથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રદેશ કોંગ્રેસ
ગીરસોમનાથના તાલાલાથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રા દરમ્યાન વેરાવળ ખાતે જાહેર સભા યોજાઈ હતી.જેમાં અમિત ચાવડાએ ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ કરી છે.
ખેડૂતોનું દેવું માફ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે
ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપવાની માગ સાથે ગીર સોમનાથના તાલાલાથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે. આ દરમ્યાન વેરાવળમાં અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલી સભામાં તેમણે કહ્યું હતું કે જો ખેડૂતોના દેવા માફીથી સરકારની તિજોરી પર ભારણ આવતુ હોય તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર નહી લે. આ તો હજુ યાત્રાની શરૂઆત છે. ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહિ કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે. આગામી દિવસોમાં રાહુલ ગાંઘી પણ સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે મુલાકાત કરશે તેવો વાયદો અમિત ચાવડાએ કર્યો છે.




