મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ 'માત્ર વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા નથી, આખા સરકારી તંત્રની હત્યા છે' : ગોપાલ ઈટાલિયા

Amreli News: તાજેતરમાં જ અમરેલી જિલ્લામાં વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની કરુણ હત્યા થવાની ઘ

Amreli News: તાજેતરમાં જ અમરેલી જિલ્લામાં વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની કરુણ હત્યા થવાની ઘટના સામે આવી છે. જેને લઈ પોલીસ મથકમાં લૂંટ અને હત્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસની કાર્યવાહી હજુ ચાલી રહી છે. એવામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને મૃતક દંપત્તિને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોની રજુઆત પ્રમાણે હાજર વડીયા પીએસઆઇ સાથે વાત કરી પોલીસની શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શુ દમ છે એ ગામની હાજરીમાં વાત કરી છે. અત્યંત દુઃખનો વિષય એ છે કે, વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્ર, કાયદો અને વ્યવસ્થાનું ખૂન થયું છે.

આટલી મોટી સરકાર, આટલું મોટું પોલીસ તંત્ર, SP, DySP, PI, PSI, ASI, D Staff, LCB, SOG, આટલી મોટી વ્યાવસ્થા ઉભી કર્યા પછી પણ કોઈ માણસ ખૂન કરવાની હિંમત કરી જાય તો આખી વ્યવસ્થાનું જ ખૂન કહેવાય. કોઈ માણસ ગુજરાતમાં હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે ખૂન કરી નાખે માત્ર ચોરી માટે? ગંભીર બાબત છે આ કાયદો અને વ્યવસ્થાની વાત ક્યાં કરવાની રહી? બિહારની આમાં ચર્ચા જ ક્યાં કરવાની રહી? વર્ષો પહેલા એવું કહેતાં હતા કે યુપી-બિહારમાં આવું થાય છે પરંતુ હવે યુપી-બિહાર ઘર આંગણે બતાવતા હોઈ એવું લાગે છે.

આ સમાચાર શેર કરો