Surendranagar: દુધરેજ નર્મદા કેનાલનો જર્જરિત પુલ કરાયો બંધ, ધ્રાંગધ્રા-કચ્છ જતા વાહનોને અપાયું ડાયવર્ઝન

સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા જર્જરિત પુલને બંધ કરવાનો નિર્ણય લે

સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા જર્જરિત પુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ધ્રાંગધ્રા અને કચ્છ તરફ જતા હજારો વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે ખાસ કરીને કચ્છ તરફ જતા 5,000થી વધુ વાહનોને 50 કિલોમીટરનો ધક્કો પડશે. સલામતીના ભાગરૂપે નર્મદા નિગમ દ્વારા આ પુલ બંધ કરીને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે.   નર્મદા નિગમે ધ્રાંગધ્રા તરફ જતા તમામ વાહનો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી છે. તમામ વાહનો ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસ રોડ ઉપરથી પસાર થશે. ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને મુળી-સરા-કોંઢ ધ્રાંગધ્રા રોડનો ઉપયોગ કરવો પડશે

આ સમાચાર શેર કરો

જાહેરાત