VIDEO: કરોડોની ખંડણી કેસનો ભેદ ઉકેલાયો, 7 આરોપી ઝડપાયા
પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને કરોડોની ખંડ

પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને કરોડોની ખંડણીના ચકચારી કેસનો ભેદ ઉકેલી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ હજુ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વેપારીનું અપહરણ કરી તેને બંધક બનાવી માર માર્યો હતો અને દુબઈમાં રહેતા તેના ભાઈને વીડિયો કોલ મારફતે ધમકી આપી હતી. આરોપીઓએ ક્રિપ્ટો કરન્સી મારફતે અંદાજે 5.55 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની 10 ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




