મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્સિંગ કોલેજમાં કૌભાંડ: યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, વિદ્યાર્થીઓ પાસે કરોડોની પેનલ્ટી વસૂલી

ગુજરાતમાં નર્સિંગ શિક્ષણને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો

તસવીર: gstv

ગુજરાતમાં નર્સિંગ શિક્ષણને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થી હિતના મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ છોટાઉદેપુરની મા ગાયત્રી નર્સિંગ કોલેજ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે જરૂરી મંજૂરી વિના BSc નર્સિંગનો અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ પાસેથી ગેરરીતિથી પેનલ્ટી વસૂલવામાં આવી. ઉપરાંત મંજૂર બેઠકો કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો, ડમી શિક્ષકો દર્શાવવા અને અન્ય કોલેજમાં પરીક્ષા અપાવવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો