મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચૂંટણી આવતા જ TMC છોડીને આવેલા સાંસદોને ભાજપે આપ્યો મોટો ઝટકો!

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMC છોડીને NDA સાથે જોડાયેલા બા

તસવીર: gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMC છોડીને NDA સાથે જોડાયેલા બાગી સાંસદોને મોટો ફટકો પડ્યો છે. ભાજપે આગામી કોલકાતા અને હાવડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે સ્પષ્ટ કર્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો કોઈ ગઠબંધન સાથી નથી અને પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. બીજી તરફ TMCના બાગી સાંસદો દ્વારા રચાયેલી NCPI હજુ પણ ભાજપ સાથે ગઠબંધનની આશા રાખી રહી છે. બંને મહાનગરપાલિકામાં પરિસીમન બાદ દુર્ગાપૂજા પછી ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો