મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસની યાત્રા, લોકોની રજૂઆતને ભાજપના પાપના ઘડામાં નાખી અંતે ઘડો ફોડી નાખશું

ગુજરાત કોંગ્રેસે મોરબીથી ન્યાયાત્રાનો પ્રારંભ શરૂ કર્યો છે. દરબારગઢ ચોકથી મુખ્ય બજારમાં પહોંચી છે. આજે

ગુજરાત કોંગ્રેસે મોરબીથી ન્યાયાત્રાનો પ્રારંભ શરૂ કર્યો છે. દરબારગઢ ચોકથી મુખ્ય બજારમાં પહોંચી છે. આજે પ્રથમ દિવસે 27 કિમીની આ યાત્રા યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસના લાલજી દેસાઈ, અમીબેન યાજ્ઞિક, જીગ્નેશ મેવાની, પાલ આંબલીયા, અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો હાજર છે.  આજે પ્રથમ દિવસે 27 કિમીની ન્યાયાત્રા યોજાશે. મોરબીથી ટંકારા સુધી પ્રથમ દિવસે ન્યાય યાત્રા યોજાશે.

લોકોની રજૂઆતને ભાજપના પાપના ઘડામાં નાખી અંતે ઘડો ફોડી નાખશે

આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવામાં આવ્યો છે. જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.  

કોંગ્રેસની મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા મુખ્ય બજારો થઈને રાજકોટ હાઈવે પર પહોંચી છે. કોંગ્રેસના નેતા કાર્યકર્તા અને પીડિત પરિવારો ન્યાય યાત્રામાં જોડાયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ન્યાય યાત્રા મુખ્ય બજારોમાં પસાર થઈ.

પ્રથમ તબક્કાની ન્યાય યાત્રા મોરબી થી ગાંધીનગર સુધી યોજાશે

23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે

આ ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.

આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.

આજથી શરૂ થયેલી કૉંગ્રેસની ન્યાયયાત્રા સૌથી વધુ રોકાણ સુરેન્દ્રનગર જિલ્લા કરશે.13 ઓગસ્ટથી લઇ 19 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા ફરશે. કોંગ્રેસના દિગ્ગજ  નેતાઓ સ્વતંત્ર પર્વની ઉજવણી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કરશે. સુરેન્દ્રનગરના ચોટીલા ડોળીયા મુળી વઢવાણ લખતર છારદ ગામોમાં ન્યાય યાત્રા ફરશે.

શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવ્યું

શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવી. કહ્યુ-15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે. 

તક્ષશિલા અગ્નિકાંડના પીડિતો આ ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય

એક તરફ ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ સરકારમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના ન્યાય માટે ન્યાય યાત્રા આયોજિત થવાની છે..જોકે સુરતની તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ આ ન્યાય યાત્રામાં સામેલ થવાના નથી..તેમજ કોંગ્રેસ મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે.લડવા માટે પૈસા નથી..તેવી વાત કહીને ઝડપી ન્યાય અપાવવા મદદ કરવાની માંગ કરી છે..

આ સમાચાર શેર કરો