VIDEO: વડોદરાના હીટ એન્ડ રન કેસમાં ફરાર આરોપીને પોલીસે દબોચ્યો, લાયસન્સ વગર ચલાવતો હતો કાર
વડોદરા શહેરના સમા વિસ્તારમાં નવમી જૂનની મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં નવમી જૂનની મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનામાં મહિલાનાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે, સ્કોર્પિયો કાર અકસ્માત બાદ પલટી ગઈ હતી.
શખ્સનો મોબાઈલ ટ્રેસ કરીને પોલીસે ઝડપી પાડ્યો
આ મામલે પોલીસે ફરાર સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરી છે. શખ્સનો મોબાઈલ ટ્રેસ કરીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ ધ્રુવ કનોજીયા ઉર્ફે શાહરૂખની તરીકે થઈ છે, આરોપી ધોરણ 10 પાસ છે અને લોન્ડ્રીનો વેપાર કરે છે.
આરોપી પાસે લાયસન્સ પણ નથી
પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ કાર તેના બનેવીની છે અને તેમની કાર લઈને પોતાના ઘરેથી સમા જઈ રહ્યો હતો. આરોપી પાસે લાયસન્સ પણ નથી, આગાઉ આરટીઓમાંથી લાયસન્સનો ટેસ્ટ આપતા તે નાપાસ થયો હતો. અકસ્માત બાદ સમા રોડ પર લિલેરિયા નજીકના ઝાડી ઝાંખરામાં છુપાઈ રહ્યો હતો. બધુ નજરે જોયા બાદ પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
શખ્સ પોતાના બનેવીની કાર લઈને ફરવા નિકળ્યો
પોલીસ સામે યુવાનનુું એક જ રટણ હતું કે બ્રેકને બદલે ભૂલથી એક્સીલેટર દબાયું હતું અને અકસ્માત સર્જયો હતો. શખ્સ પોતાના બનેવીની કાર લઈને ફરવા નિકળ્યો હતો અને અકસ્માત સર્જી દીધો.






