મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોર ટોળકીનો આતંક, ઘરમાં ઘુસી બાઈકની કરી ચોરી

શિયાળાની ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે જેનો લાભ ઉઠાવી ચોર તસ્કરોની ટોળકી ચોરીઓ કરે છે. વડોદરામાંથી પણ કં

શિયાળાની ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે જેનો લાભ ઉઠાવી ચોર તસ્કરોની ટોળકી ચોરીઓ કરે છે. વડોદરામાંથી પણ કંઈક આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ગામમાં ચોર તસ્કરો રાત્રિના સમયગાળા દરમિયાન આવીને ચોરીઓ કરે છે.  

આ પણ વાંચો : વડોદરામાં તાંત્રિક વિધિનો ઢોંગ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

વડોદરાના અનગઢ ગામમાં ત્રણ ચોરની ટોળકી રાત્રિના સમય દરમિયાન આવે છે અને ગલીમાં આવતા ઘરોના દરવાજા ચેક કરી ખોલવાનો પ્રયત્ન કરે છે, કશું ન મળતા આખરે એક બાઈક ચોરીને લઈ જાય છે. જો કે, આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ ચોર ટોળકીનો આતંક ઓછો થયો નથી તેવા દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે, અનગઢ ગામમાં રાત્રિના સમયે ચોર ટોળકીનો આ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેને લઈને સમગ્ર મામલો નંદેસરી પોલીસ મથકે પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો