Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Gang caught cheating people by pretending to perform Tantric rituals

વડોદરામાં તાંત્રિક વિધિનો ઢોંગ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં તાંત્રિક વિધિનો ઢોંગ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

વડોદરામાં તાંત્રિક વિધિનો ઢોંગ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વડોદરામાં આ ટોળકી એકનાં ડબલની લાલચે આપી લોકો સાથે ઠગાઇ કરી કુલ 6 ગુનાઓને અંજામ આપનાર 6ને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે.

App Store

તાંત્રિક વિધિનો ઢોંગ કરી ખાસ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી કરતી આ ગેંગના આરોપીઓ નવલખી મેદાનમાં પોતાની કમાણીનો ભાગ પાડીને વહેંચી રહ્યા હતા ને એવામાં જ પોલીસ ત્રાટકી તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો.

આ ઢોંગી ટોળકીમાં કામ કરતાં આરોપીઓમાંથી ક્રાઇમ બ્રાન્ચે 6ને ઝડપ્યા છે જ્યારે ચાર શખ્સ હજુ પણ ફરાર છે. મોર છાપવાળી નોટ પર તાંત્રિક વિધિનો ડોળ કરતાં હતા અને 2 લાખનાં દસ લાખ થશે તેવું કહીને ડબ્બામાં પૈસા મુકાવતા હતા. અને ખોટી તાંત્રિક વિધિ કરીને કહેતા કે આ ડબ્બાને 2 મહિના પછી ખોલશો તો તમારા પૈસા ડબલ થઈ જશે.જ્યારે ભોગ બનનાર ડબ્બો ખોલતા તો 10 લાખના બદલે નારિયેળ નિકળતા. વડોદરા ઉપરાંત બોડેલીમાં પણ ટોળકીએ ઠગાઇ કરી હતી. 6 લાખ 75 હજાર રુપિયા રોકડા સહિત કુલ 8.59 લાખ રુપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે તેમજ અન્ય ફરાર થઈ ગયેલા ચાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.