VIDEO: અમદાવાદના અસલાલીમાં અસામાજિક તત્વોનો આતંક, ધોકા-પાઈપો લઈ 2 યુવક પર તૂટી પડ્યા
અમદાવાદ: અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના અસલાલીમાં એક્ટિવા ચલાવવા બાબતે 2 યુવક
અમદાવાદ: અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના અસલાલીમાં એક્ટિવા ચલાવવા બાબતે 2 યુવક પર હુમલો કરવામા આવ્યો છે. લાકડીઓ અને પાઇપો લઈ અસામાજિક તત્વો આ યુવકો પર તૂટી પડ્યા હતા. એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે ઠપકો આપતા મારામારી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે કરણ દરબાર, પ્રકાશ ઠાકોર, ચેતન ઠાકોર અને અનિલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




