VIDEO: અમદાવાદમાં ફરી અસામાજિક તત્ત્વોનો આતંક, આનંદનગરમાં તલવાર લઇને લોકોને ધમકાવ્યા; વાહનોમાં તોડફોડ
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોએ આત
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો છે. પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં ઘાતક હથિયારો લઇને કેટલાક શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી હતી.
આનંદનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક
અમદાવાદના આનંદનગરના નેહા પાર્કમાં અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. 8 શખ્સોએ ભેગા મળી તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ રોડ પર ચાલતા જોવા મળ્યા હતા અને કેટલાક લોકોને ધમકાવતા જોવા મળ્યા હતા.
રસ્તા પર પડેલા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.
8 શખ્સોએ ભેગા મળી ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. એક્ટિવા તેમજ સ્કૂટર સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ સોસાયટીને બાનમાં લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોના આધારે પોલીસે સાહિલ દેસાઇ તેમજ પાર્થ દેસાઇ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.








