VIDEO: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, ખુલ્લેઆમ મારામારીનો વીડિયો વાયરલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો તંત્ર અને સરકારની અવગણના કરી ભારે આતંક
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો તંત્ર અને સરકારની અવગણના કરી ભારે આતંક મચાવી રહ્યા છે. એવામાં ભાવનગર શહેર અને જિલ્લામાં અસામાજિક ઈસમોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અસામાજિક ઈસમો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના દીહોર ગામથી રાજપરા ગામ તરફ જતા માર્ગો પર અકસ્માતના પગલે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કારનો અકસ્માત સર્જાયા બાદ ખુલ્લેઆમ દાદાગીરી અને મારામારીની ઘટના બની હતી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા આ પ્રકારના અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ન થતાં સામાન્ય જનમાનસમાં ભયનો માહોલ સર્જાયો છે. એવામાં રસ્તા પર આ પ્રકારની મારામારીના દ્રશ્યો સર્જાતા પરિવાર સાથે નિકળતા લોકોમાં સહજતાથી ડર ફેલાયે છે.




