VIDEO: જામનગરના શ્રાવણી મેળાના ગ્રાઉન્ડમાં હંગામી ST બસ ડેપો કાર્યરત, દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
ગુજરાતના જામનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ વર્ષ
ગુજરાતના જામનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ વર્ષે શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે.પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ST ડેપો કાર્યરત હોવા છતાં મેળાનું આયોજન કરતા અકસ્માતની ભીતિ છે.બ્રિજનું કામ ચાલતું હોવાથી ખાનગી બસને પણ પાર્કિંગની મંજૂરી આપવામાં આવી છે.
કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હશે
દર વર્ષે આ શ્રાવણી મેળામાં હજારો લોકોની ભીડ ઊમટે છે અને જો મેળામાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હશે?.સ્થાનિક વહીવટને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આ જ ગ્રાઉન્ડમાં ખાનગી બસોને પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી છે. આ ગ્રાઉન્ડમાં જે મેળો ભરાશે તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે, ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાશે તેની જવાબદારી કોણ લેશે.








