મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને; જેસલમેરમાં તાપમાન 46 ડિગ્રીને પાર, તંત્રએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ

રાજસ્થાનના જેસલમેરમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, જ્યાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. ગોલ્ડ

તસવીર: GSTV

રાજસ્થાનના જેસલમેરમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, જ્યાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. ગોલ્ડન સિટી તરીકે ઓળખાતું જેસલમેર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું , જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. તીવ્ર હીટવેવને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ હજુ વધી શકે છે, જેથી પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અપીલ કરવામાં આવી હતી . પશુ-પક્ષીઓ અને પ્રવાસીઓ માટે પણ આ આકરી ગરમી પડકારરૂપ બની રહી છે. જેસલમેરની સાથે બાડમેર અને જોધપુરમાં પણ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળ્યો હતો

આ સમાચાર શેર કરો