મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર, ટોપી-ચશ્માનું ધૂમ વેચાણ

રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતાં અસહ્ય ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેનાથી બચવા માટે લ

રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતાં અસહ્ય ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેનાથી બચવા માટે લોકો હવે ટોપી અને ચશ્માનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો બહાર નીકળતી વખતે આ સાધનોનો અચૂક ઉપયોગ કરી રહ્યા હોવાથી બજારમાં ટોપી અને ચશ્માની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 8 દિવસમાં ગરમી વધતા ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો છે અને ઠેર ઠેર ટોપી ચશ્માનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો