મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ટેક્સી-રિક્ષાના ભાડામાં થયો વધારો, CNGના ભાવ વધતા વધતા લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગરમાં સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે ટેક્સી અને રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છ

સુરેન્દ્રનગરમાં સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે ટેક્સી અને રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં જ સીએનજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે ગેસનો નવો ભાવ ૮૩ રૂપિયા પર પહોંચી ગયો છે. ખાસ કરીને વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે દોડતી રિક્ષાઓ તેમજ ટેક્સીઓના ભાડા વધતા સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર જિલ્લાના ૧૦ હજારથી વધુ રિક્ષા અને ટેક્સી ચાલકો પર પણ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો