VIDEO: પાટણમાં 10થી વધુ સોસાયટીઓમાં ટેન્કર રાજ, 300 પરિવારો પાણીની અછતથી ત્રાહિમામ
પાટણ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જ
પાટણ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં સંખારી બોમ્બે હાઉસિંગ બોર્ડ નજીક આવેલી દસથી વધુ સોસાયટીઓના ૩૦૦ પરિવારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજની કામગીરી દરમિયાન પાલિકાની મુખ્ય પાણીની લાઈન તૂટી જતાં આ વિસ્તારમાં જળ સંકટ ઉભું થયું છે.
પાલિકા તંત્રની બેદરકારીને કારણે લોકોને હવે મોંઘા ભાવના ટેન્કરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. આજે વૃંદાવન સોસાયટીમાં પાણીનું ટેન્કર આવતા જ ગૃહિણીઓની લાંબી કતારો જોવા મળી હતી, જે પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને આયોજનના અભાવની ચાડી ખાય છે.



